Cash on delivery
Genuine products at affordable price
મહિલાઓના વિકાસ માટે કાર્યરત શ્રી શક્તિ સેવા સંસ્થા દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે તમામ બ્યુટીશ્યન બહેનો માટે “WOMEN'S DAY SPECIAL SEMINAR & BEAUTY TALENT SHOW-2025” નું ભાવનગર ખાતે તા. 09/03/2025 – રવિવારના રોજ બપોરે 01:00 થી 07:00 કલાકે આયોજન કરેલ છે.
જેમાં ખ્યાતનામ મેક-અપ આર્ટીસ્ટ જીયા સોસા દ્વારા ટ્રેઈન થયેલ અને હાલમાં જેમનું ખુબ નામ છે તેવા યંગેસ્ટ મેક-અપ મેન્ટર અને કલર વ્હીલ એક્સપર્ટ શ્રી મહેક પટેલ દ્વારા આધુનિક મેક-અપ અંગે નોલેજ આપવામાં આવશે અને બ્યુટીશ્યન બહેનોની માંગણીને ધ્યાને ખ્યાતનામ એસ્થેટિક એક્સપર્ટ અને કોસ્મેટોલોજીસ્ટ શ્રી અમિતા ટેલર મેમ દ્વારા સ્કીન-સ્ટ્રકચર, સ્કીન-ફંકશન અને સ્કીન ઉપર હાઇડ્રામશીનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે નોલેજ આપવામાં આવશે.
સંસ્થાના મેમ્બર્સ માટે આ સેમીનારની ફી રૂI.250/-છે. જેમાં તમને સેમીનાર, નાસ્તો, સર્ટીફીકેટ અને રૂI.450/-ની રીટર્ન ગીફ્ટ મળશે.
આ કાર્યક્રમમાં રીટર્ન-ગીફ્ટ અને સીટ લીમીટેડ હોવાથી તા. ૨૦/૦૨/૨૦૨૫ સુધીમાં આપનું બુકીંગ કરાવી લેવું, બુકીંગ કરાવવા માટે સંસ્થાના મો. નં.: 9737379616 પર કોલ કે મેસેજ કરવા વિનંતી.
No reviews found